Pavagadh Yatra Restriction: પાવાગઢ જતા પહેલાં આ જાણી લો, તંત્રનું મોટું જાહેરનામું થયું જાહેર
શું તમે આગામી દિવસોમાં પાવાગઢ દર્શનનું આયોજન કરી રહ્યા છો? જો હા, તો તમારી યાત્રામાં મોટો ફેરફાર થઈ શકે છે. પંચમહાલ જિલ્લા તંત્રએ શ્રદ્ધાળુઓની સલામતી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે જે સીધો તમારી યાત્રાના સમયપત્રકને અસર કરશે. ચોમાસા દરમિયાન પહાડી રસ્તાઓ પર સર્જાતા જોખમોને ટાળવા માટે તંત્રએ ખાસ સૂચનાઓ અમલમાં મૂકી છે
Advertisement
Pavagadh Yatra Restriction: ચોમાસાની ઋતુના આગમન સાથે જ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર પાવાગઢ આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા અનુસાર, આગામી બે મહિના માટે માંચીથી નિજ મંદિર સુધીના પગપાળા માર્ગ પર રાત્રિ દરમિયાન અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

