Porbandar: ગોસાબારા નજીકથી રૂ. 30.67 લાખનું ચરસ ઝડપાયું, પોલીસ તપાસ તેજ
પોરબંદરના દરિયાકિનારે ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓના મનસૂબા પર પાણી ફરી વળ્યું છે. ગોસાબારા નજીકથી પોલીસને જે ચરસનો મોટો જથ્થો મળ્યો છે, તેણે ફરી એકવાર તટીય સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ કોણ મૂકી ગયું? શું આ કોઈ આંતરરાજ્ય ગેંગનું કામ છે?
Advertisement
Porbandar Drug Seizure: પોરબંદર (Porbandar) જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ સતત એલર્ટ પર છે. આ દરમિયાન નવી બંદર પોલીસ (Navi Bandar Police) ને ફૂટ પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા હાથ લાગી છે. ગોસાબારા (Gosabara) નજીકના લેન્ડિંગ પોઈન્ટ પાસેથી શંકાસ્પદ હાલતમાં એક બાયલું (થેલો) મળી આવ્યું હતું.

