Rajkot: રેસકોર્ષ ખાતે થનારા લોકમેળાને લઈને મોટી જાહેરાત, વહિવટી વિભાગે રાઇડ્સના ભાવ કર્યા જાહેર
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જન્માષ્ટમી લોકમેળાને લઈને વહીવટી તંત્રએ મુલાકાતીઓ માટે સારા સમાચાર આપ્યા છે. લોકમેળાની રાઇડ્સના ભાવ મર્યાદિત કરવામાં આવ્યા છે, જેથી નાગરિકો તહેવારની મજા માણી શકે. વહીવટી વિભાગે મોટી રાઇડ્સના ભાવ 50 રૂપિયા અને નાની રાઇડ્સના 35 રૂપિયા નક્કી કર્યા છે.
Advertisement
Rajkot Janmashtami Lokmela: રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારનું આગમન થતાની સાથે જ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાતા ભવ્ય લોકમેળાની તૈયારીઓએ જોર પકડ્યું છે. સૌરાષ્ટ્રભરના લોકો આ મેળાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ વર્ષે આ મેળાને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સામાન્ય નાગરિકો માટે પરવડે તેવો બનાવવા માટે વહીવટી વિભાગે અત્યારથી જ કમર કસી લીધી છે. ખાસ કરીને રાઇડ્સના ભાવને લઈને લેવાયેલો નિર્ણય લાખો મુલાકાતીઓ માટે આનંદના સમાચાર લઈને આવ્યો છે.

