પરિવારના આક્ષેપો: શિક્ષણ કે યાતનાગૃહ?
મૃતક બાળકીના પિતા રમેશભાઈ બલદાણીયા અને સગા હિંમતભાઈ બલદાણીયાએ સ્કૂલ સંચાલકો પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોનું કહેવું છે કે:
બાળકીને છેલ્લા 10 દિવસથી અછબડા (Chickenpox) થયા હતા, પરંતુ સ્કૂલ દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી ન હતી.
10 દિવસ સુધી કોઈ પણ પ્રકારની તબીબી સારવાર આપવામાં ન આવી, જેને કારણે સ્થિતિ વધુ બગડી.
પરિવારે આરોપ લગાવ્યો છે કે બાળકીને સ્કૂલમાં માર મારવામાં આવ્યો હોઈ શકે છે, જેના નિશાન તેના શરીર પર હતા.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 2 મહિનાથી માતા-પિતાને દીકરી સાથે ફોન પર વાત કરવા પણ દેવામાં આવતી ન હતી.
સારવાર દરમિયાન તોડ્યો દમ
આયુષીની તબિયત લથડતા તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) માં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ થયું હતું. દીકરીના ગુમાવ્યા બાદ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે અને સ્કૂલની મેનેજમેન્ટની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
Rajkot: ન્યાયની માંગ સાથે હોસ્પિટલ બહાર હોબાળો
હાલમાં, આ સમગ્ર મામલે તપાસનો વિષય બન્યો છે કે શું ખરેખર અછબડાના કારણે મોત થયું છે કે પછી મારપીટ કરવામાં આવી હતી? પરિવારજનો ન્યાયની માંગ પર અડગ છે. આ ઘટનાએ હોસ્ટેલ અને ટ્રેનિંગ સેન્ટરોમાં બાળકની સુરક્ષા અને વાલીઓ સાથેના સંવાદને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે.
આ ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું
ગંભીર હાલતમાં દીકરીને હોસ્પિટલ લઈ જવાઈ હતી, પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને ASP સહિતનો કાફલો આલ્ફા સંકુલ પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે પુરાવા એકત્રિત કરવા માટે સંસ્થાના CCTV DVR કબજે કર્યા છે અને સંચાલક જયસુખ સંખાળવાની ધરપકડ કરવામાં આવી છે.
હોસ્ટેલની કથળતી વ્યવસ્થા અને સંચાલકોની બેદરકારી
હોસ્ટેલની કથળતી વ્યવસ્થા અને સંચાલકોની બેદરકારીને કારણે અન્ય વિદ્યાર્થીઓમાં પણ કમળા અને અછબડા જેવા લક્ષણો જોવા મળ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત વાલીઓએ હોસ્ટેલમાંથી એડમિશન રદ કરાવવાનું શરૂ કર્યું છે. આહીર સમાજ અને મૃતકના પરિવારજનોએ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા પણ આ સંસ્થામાં ચાલતા કથિત ‘ડમી સ્કૂલિંગ’ નેટવર્ક અંગે તપાસના આદેશો આપવામાં આવ્યા છે, જેણે આ કેસને વધુ ગંભીર બનાવ્યો છે.
માસૂમ આયુષીના મોતનો જવાબદાર કોણ
- બીમારી છુપાવવા પાછળનું કારણ શું હતું?
- પરિવારને સમયસર જાણ કેમ ન કરાઈ?
- બાળકીની માતા-પિતાથી વાત કેમ ન કરાવાઈ?
- હોસ્ટેલમાં બાળકો કેટલા સુરક્ષિત છે?
- મૃત્યુ પહેલાં એવું તે શું બન્યું હતું?
- શું આયુષીનું મોત ટાળી શકાય તેમ હતું?
- માસૂમ આયુષીને ન્યાય ક્યારે મળશે?
આ પણ વાંચો: Junagadh: વાઘની પજવણી ભારે પડી, વન વિભાગની 2 શખ્સ સામે કડક કાર્યવાહી