Botad: સાળંગપુર BAPS મંદિરમાં રથયાત્રાની ઉજવણી, હજારો હરિભક્તો દર્શન માટે ઉમટી પડ્યા
બોટાદના સાળંગપુર BAPS મંદિરમાં યોજાયેલી રથયાત્રાએ આ વર્ષે ભક્તિની પરાકાષ્ઠા સર કરી છે. મહંત સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં યોજાયેલા આ મહોત્સવમાં હજારો ભક્તો ભગવાનની ભક્તિમાં તલ્લીન બન્યા હતા.
Advertisement
Salangpur BAPS Rathyatra: બોટાદ સ્થિત સુપ્રસિદ્ધ સાળંગપુર BAPS મંદિરમાં આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબ જ ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી હતી. આ મહોત્સવમાં ૪૦૦થી વધુ સંતો અને હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા, જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

