Surat: ઓલપાડ અને સાયણમાં ભારે વરસાદ, મહિલાઓનું JCBમાં બેસાડીને રેસ્ક્યું
સુરતના ઓલપાડ અને સાયણના આકાશી તાંડવે સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે અને ઘર-દુકાનોમાં પાણી ઘૂસી જતાં લોકો માટે કપરો સમય આવ્યો છે. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ કેમ પાણી ઓસરવાનું નામ નથી લેતું?
Advertisement
Surat Heavy Rainfall in Olpad Sayan: સુરત જિલ્લાના ઓલપાડ (Olpad) અને સાયણ (Sayan) પંથકમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં, પાણી ન ઓસરતા લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.

