Tapi: વાલોડના ડોડકિયા ફળિયામાં મોટી દુર્ઘટના, નાળાના ધસમસતા પાણીમાં ડૂબી જતા 2ના મોત
તાપીના વાલોડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડોડકિયા ફળિયામાં ખેતરની પાળ તોડવાનું કામ કરી રહેલા બે મજૂરો માટે આ કામ જીવલેણ સાબિત થયું છે. અચાનક નાળાના ધસમસતા પાણીમાં બંને મજૂરો તણાઈ ગયા હતા.
Advertisement
Tapi Valod tragic accident: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડોડકિયા ફળિયામાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે, જેમાં બે મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ખેતીની કામગીરી દરમિયાન આ મજૂરો ખેતરની પાળ તોડવા માટે ગયા હતા, પરંતુ તે સમયે નાળામાં વહેતા પાણીનો પ્રવાહ અચાનક વધી જતા તેઓ અકસ્માતે તેમાં પડી ગયા હતા.

