Vadodara: VIP રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી, બાઈક સવાર 3 યુવકોને કારે મારી ટક્કર
વડોદરાના VIP રોડ પર ગઈકાલે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં એક બેફામ કાર ચાલકે બાઈક સવાર ત્રણ યુવકોને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ઘટના બાદ આરોપી કાર સાથે ફરાર થઈ ગયો છે. કાર પર નંબર પ્લેટ ન હોવાથી અને કાચ પર બ્લેક ફિલ્મ હોવાથી પોલીસ માટે આરોપીને ઓળખવો મુશ્કેલ બન્યો છે.
Advertisement
Vadodara Hit and Run: વડોદરા શહેરના પોશ ગણાતા VIP રોડ પર ગઈકાલે રાત્રે એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનનો કિસ્સો સામે આવ્યો છે. એક બેફામ કાર ચાલકે ફૂલ સ્પીડમાં આવીને બાઈક સવાર ત્રણ યુવકોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર ત્રણેય યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

