Vadodara: વિધિના નામે સગીરા પર દુષ્કર્મ આચરનાર પાખંડી તાંત્રિક જેલભેગો
અંધશ્રદ્ધાના અંધારામાં એક સગીરાની જિંદગી સાથે કેવી રીતે ચેડાં કરવામાં આવ્યા તેની આ હચમચાવી દેતી ગાથા છે. માતા-પિતાનો વિશ્વાસ કેવી રીતે એક પાખંડી તાંત્રિક માટે તક બની ગયો અને કેવી રીતે એક સગીરાએ પોતાની હિંમતથી આ રાક્ષસને જેલ સુધી પહોંચાડ્યો?
Advertisement
Tantrik Rape Case Vadodara: વડોદરા (Vadodara) શહેરમાં અંધશ્રદ્ધા અને પાખંડનો એક અત્યંત શરમજનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક તાંત્રિકે 17 વર્ષની સગીર વિદ્યાર્થિની (Minor Student) સાથે વિધિના નામે બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો આરોપ લાગ્યો છે. પોલીસે આ મામલે નરેન્દ્ર ભટ્ટ નામના પાખંડી તાંત્રિકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

