Wabang Jamir Surat CP: IPS વાબાંગ જામીર બન્યા સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર
સુરત શહેર પોલીસ તંત્રમાં મહત્વનો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. લાંબા સમયથી વેઇટિંગ ફોર પોસ્ટિંગ રહેલા સિનિયર IPS અધિકારી વાબાંગ જામીર હવે સુરત શહેરના નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર બન્યા છે. અગાઉ આ પદ પર રહેલા અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ બદલી થતા આ જગ્યા ખાલી પડી હતી.
Advertisement
Wabang Jamir Surat CP: ગુજરાત રાજ્યમાં પોલીસ વિભાગના ઉચ્ચ સ્તરે વહીવટી ફેરફારોની શ્રેણીમાં હવે સુરત શહેરને નવા ઇન્ચાર્જ પોલીસ કમિશનર મળ્યા છે. સિનિયર IPS અધિકારી વાબાંગ જામીરને સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.

