ગુજરાત ફર્સ્ટના 'કોણ બનશે ગુજરાતના જીનિયસ?' શોને જબરદસ્ત પ્રતિસાદ: 10,788થી વધુ સ્પર્ધકો મેદાને
Kaun Banse Gujarat No Genius: ગુજરાત ફર્સ્ટના 'કોણ બનશે ગુજરાતના જીનિયસ?' શોને રાજ્યભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. 28 જિલ્લાના 10,788થી વધુ સ્પર્ધકોએ આ જ્ઞાન કસોટીમાં ભાગ લીધો હતો, જેમાંથી 200થી વધુ લોકોએ સાચા જવાબો આપ્યા છે. પ્રથમ તબક્કામાં પસંદ થયેલા 20 પ્રતિભાશાળી સ્પર્ધકોનો ચેનલ ટૂંક સમયમાં સંપર્ક કરશે. આ શો સોશિયલ મીડિયા પર પણ અત્યંત લોકપ્રિય બન્યો છે.
Advertisement
Kaun Banse Gujarat No Genius: ગુજરાતના લોકપ્રિય ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા આયોજિત વિશેષ ક્વિઝ શો 'કોણ બનશે ગુજરાતના જીનિયસ?' (Kaun Banse Gujarat No Genius?) ને સમગ્ર રાજ્યમાંથી અભૂતપૂર્વ અને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે. રાજ્યના ખૂણે-ખૂણેથી જ્ઞાનપ્રેમી યુવાનો અને નાગરિકો આ અનોખી સ્પર્ધામાં ભારે ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ ડિજિટલ અને ટેલિવિઝન અભિયાન હવે ગુજરાતભરમાં જ્ઞાન અને આત્મવિશ્વાસ વધારવાનું એક લોકપ્રિય પ્લેટફોર્મ (Popular Platform) બની ગયું છે.

