Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતમાં આવતીકાલથી 'વસ્તી ગણતરી-2027'નો પ્રારંભ, પ્રથમવાર થશે સંપૂર્ણ ડિજિટલ જનગણના

આવતીકાલથી ગુજરાતમાં આધુનિક યુગની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીનો આરંભ થઈ રહ્યો છે. દેશની આ 16મી જનગણનામાં પ્રથમવાર ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અત્યંત ચોકસાઈ સાથે ડેટા એકત્રિત કરવામાં આવશે. રાજ્યના લાખો ઘરોમાં ગણતરીદારો પહોંચીને 33 મહત્વના પ્રશ્નો પૂછશે. આ પ્રક્રિયામાં સામાન્ય નાગરિકોની ભૂમિકા શું હશે અને કયા કાયદાકીય નિયમોનું પાલન કરવું પડશે
ગુજરાતમાં આવતીકાલથી  વસ્તી ગણતરી 2027 નો પ્રારંભ  પ્રથમવાર થશે સંપૂર્ણ ડિજિટલ જનગણના
Advertisement

Gujarat Government Census 2027:  ગુજરાત સહિત સમગ્ર દેશમાં આવતીકાલથી આઝાદી પછીની 8મી અને દેશની 16મી વસ્તી ગણતરી (Census 2027) નો ઐતિહાસિક પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વખતના આયોજનની સૌથી મોટી વિશેષતા એ છે કે સમગ્ર પ્રક્રિયા પ્રથમવાર સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે.

1લી જૂનથી ડેટા એકત્રીકરણનો પ્રારંભ

આવનાર 1 જૂનથી 30 જૂન સુધી ઘર અને મકાનોની ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે. આ ગણતરીમાં લોકોને કુલ 33 જેટલા મહત્વના પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો ડેટા એન્ટ્રી ડેટાબેઝ ગુજરાતી સહિતની 16 ભાષાઓમાં કરવામાં આવશે. ખાસ કરીને આ વર્ષે ગુજરાતમાં 3.74 લાખથી વધુ લોકોએ 'સ્વ-ગણતરી' (Self-Enumeration) નો વિકલ્પ પસંદ કર્યો છે, જે ડિજિટલ ભારત તરફનું એક મોટું ડગલું છે. સમગ્ર રાજ્યમાં 1.09 લાખથી વધુ ગણતરીદારો (Enumerators) આ જવાબદારી નિભાવશે.

Advertisement

Census 2027: બીજો તબક્કો અને સુરક્ષા

વસ્તી ગણતરીનો બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં યોજાશે, જેમાં જાતિ ગણતરી (Caste Census) પર વિશેષ ભાર મૂકવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે એકત્રિત કરવામાં આવેલી તમામ માહિતી સંપૂર્ણપણે ગોપનીય (Confidential) રાખવામાં આવશે. જોકે, ગણતરી દરમિયાન ખોટી માહિતી આપવી કે માહિતી આપવામાં ઇનકાર કરવો તે કાયદેસરનો ગુનો બનશે અને તેના માટે દંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે. નાગરિકોની મૂંઝવણ દૂર કરવા માટે ખાસ ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Nepal Cricket Team : નેપાળે T20I માં બીજી વખત 300+ રન ફટકાર્યા, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Tags :
Advertisement

.

×