Rajkot: રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની કાર્યવાહી, દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યામાં 4 પોલીસકર્મી સસ્પેન્ડ
- Rajkot માં પોલીસ બેડામાં મોટો હડકંપ, 4 અધિકારીઓ સસ્પેન્ડ!
- દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યાના મામલે આઈજી નિર્લિપ્ત રાયની કાર્યવાહી
- પડધરીના તત્કાલીન PI એચ.એન.રાઠોડ, PI એસ.એન.પરમાર સસ્પેન્ડ
- PSI જે.જે.વાળા અને ASI ભગીરથસિંહ જાડેજા સામે પણ કડક પગલાં
- બે વર્ષથી આરોપીઓને પકડવામાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી
- પીઆઈ એસ.એન.પરમાર 15 દિવસમાં બીજી વાર સસ્પેન્ડ થતા ચર્ચા
Rajkot News: રાજકોટમાં દુષ્કર્મ અને પોક્સો (POCSO) કેસની પીડિતાના પિતાની કરપીણ હત્યાના મામલે પોલીસ તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. રાજકોટ રેન્જ આઈજી (Rajkot Range IG) નિર્લિપ્ત રાયે આ કેસમાં ગંભીર બેદરકારી દાખવનારા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. આ પ્રકરણમાં તત્કાલીન પીઆઈ (PI) સહિત કુલ ચાર પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Rajkot: પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા
ઘટનાની વિગત મુજબ, બે વર્ષ અગાઉ નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સોના કેસમાં આરોપીઓ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતા. પોલીસ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહી અને આ દરમિયાન નરાધમોએ પીડિતાના ફરિયાદી પિતાની નિર્મમ હત્યા કરી નાખી. આ સમગ્ર કેસમાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓને પકડવામાં સતત બેદરકારી રાખવામાં આવી હતી.
4પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી
સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં પડધરી (Paddhari) ના તત્કાલીન પીઆઈ એચ.એન. રાઠોડ, પીઆઈ એસ.એન. પરમાર, પીએસઆઈ (PSI) જે.જે. વાળા અને એએસઆઈ (ASI) ભગીરથસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, પીઆઈ એસ.એન. પરમાર છેલ્લા 15 દિવસમાં બીજી વખત સસ્પેન્ડ થયા છે. અગાઉ લોધિકા (Lodhika) પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell) દ્વારા કરવામાં આવેલા દરોડામાં તેમની બેદરકારી સામે આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રાજકોટ રેન્જ આઈજી દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: Sabarkantha: તલોદની ભોલેનાથ ડેરીમાં ફૂડ વિભાગનો સપાટો, સ્થળ પર જ 550 કિલો માવાનો નાશ


