Gujarat News Today: આજે 7 જુલાઈ, 2026ના રોજ ગુજરાતમાં વિવિધ મહત્વની ઘટનાઓ આકાર લઈ રહી છે. શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ પ્રક્રિયાથી લઈને કાયદો-વ્યવસ્થા અને સ્થાનિક મુદ્દાઓ પર વહીવટી તંત્ર સક્રિય થયું છે.
ગાંધીનગર
સરકારી અને સમરસ છાત્રાલયોની મેરિટ યાદી આજે જાહેર થશે. 162 છાત્રાલયોની 15618 બેઠકો પર પ્રવેશ મળશે. સવારે 11 વાગ્યે ઓનલાઇન મેરિટની યાદી જાહેર કરવામાં આવશે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા અને સામાજિક ન્યાય વિભાગના મંત્રી મનીષાબેન વકીલની ઉપસ્થિતિમાં જાહેર કરવામાં આવશે.
રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વેધર વોચ કમિટીની બેઠક આજે સાંજે 4 વાગ્યે મળશે. રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં મળનારી બેઠકમા હવામાન વિભાગ, મહેસુલ વિભાગ સહિતના વિભાગોના અધિકારીઓ હાજર રહેશે.
રથયાત્રાની તૈયારીઓને લઈ ભાણેજને સરસપુરમાં લાડ લડાવવા સાથે રથયાત્રાના આગમનની તૈયારી માટે ભક્તો માટે ભોજન વ્યવસ્થા માટે તૈયારીઓ આજથી મંડપ અને મોહનથાળ સહિતની સામગ્રીઓ માટે તૈયારીઓ શરૂ થશે
અમદાવાદ
અમદાવાદ શહેરમાં રથયાત્રા અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનની સાથે સાથે એજન્સીઓ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધી 200 લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક શખ્સો પાસે હથિયાર પણ ચર્ચા કરવામાં આવ્યા છે.
કચ્છ
કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા સવારે 10 કલાકે બોર્ડની પરીક્ષામા સફળતા હાંસલ કરેલી દીકરીઓનું સન્માન કરવામાં આવશે.આ કાર્યક્રમમા આઇજી કલેક્ટર ઉપસ્થિત રહેશે.
જુનાગઢ
આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળશે. પ્રમુખ ઉપ પ્રમુખની વરણી થઈ ગયા બાદ અન્ય હોદેદારો ને ખાતાઓ ની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા જૂનાગઢ જિલ્લા પંચાયત ની 30 સીટોમા થી 23 સીટો પર bjpની જીત થઈ છે. 7 સીટો પર aapનો વિજય થયો છે. કોંગ્રેસ ની એક પણ સીટ નથી..
બોટાદ
બરવાળા નાગરીક સમીતી દ્વાર આજે બરવાળા બંધ નું એલાન, નાગરીક સમીતીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ રાણપુર ઉપર 24-6-2026 ના રોજ અસમાજિક તત્વોએ કરેલ હુમલાના વિરોધમાં આપ્યું બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે.