Gujarat News Today: આજે 08 જૂલાઈ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat News Today: આજે 8 જુલાઈ, 2026ના રોજ ગુજરાતમાં વિવિધ મહત્વની ઘટનાઓ આકાર લઈ રહી છે. શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ પ્રક્રિયાથી લઈને કાયદો-વ્યવસ્થા અને સ્થાનિક મુદ્દાઓ પર વહીવટી તંત્ર સક્રિય થયું છે.
ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, બુધવારે સવારે 10 વાગે મળશે કેબિનેટ બેઠક, રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે થશે સમીક્ષા, ભારે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં થયેલી કામગીરી પર થશે ચર્ચા, રાહત બચાવ સ્થળાંતર અને આગામી સમયમાં હવામાન વિભાગની વરસાદની આગાહી અંગે વિગતો રજૂ થશે, રાજ્યમાં વરસાદ બાદ વાવેતરની સ્થિતિ પર ચર્ચા, રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનિયુક્ત પીએસઆઈને નિમણૂક પત્રો એનાયત થશે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રહેશે ઉપસ્થિત, 449 નવનિયુક્ત પીએસઆઈને નિમણૂંક પત્રો અપાશે. રાજ્યમાં કોમનવેલ્થ ગેમના આયોજન સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં આજે રીવ્યુ બેઠક બપોરે બે કલાકે યોજાશે.
અમદાવાદ
અમદાવાદ શહેરના સતાધાર બ્રિજ પર પરવાનગી વિના ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. આવનાર ગુજરાતી ફિલ્મ પ્રેમ એટલે , આજનું શૂટિંગ પરવાનગી વિના જાહેર રોડ પર કરવા બદલ પ્રોડક્શન હાઉસના સંચાલકની સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આજે પ્રોડક્શન હાઉસ સંચાલક અને અન્ય લોકોની અટકાયત કરવામાં આવે તેવી શક્યતા છે.
રાજકોટ
રાજકોટ જંગલેશ્વરને સ્લમ વિસ્તારમાંથી હટાવવા માટે મનપા કમિશ્નર કલેક્ટરને દરખાસ્ત મોકલી. મનપા ડિમોલિશન બાદ જંગલેશ્વર નામ થી ડર લાગવા લગતા હવે મામલો કલેક્ટર પર મોકલી દેવામાં આવી.
રાજકોટ મેયર સિંઘમ સ્ટાઇલ કામગીરી થી ભાજપના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પોસ્ટ ચર્ચા જગાવી.
પંચમહાલ
કાલોલ નગરમાં આવેલી પરંબા સોસાયટી 1 અને 2 , વૈભવ લક્ષ્મી સોસાયટી, સુકુન સોસાયટી સહિતના વિસ્તારમાં આશરે 5000 થી વધુ લોકો રહે છે. ત્યારે આ સોસાયટીઓમાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણી નો ભરાવો થાય છે જેમાં છેલ્લા કેટલાક દિવસ થી વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે. સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા અહીંના સ્થાનિકોને અવર જવર કરવા સહિત રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવા માટે સ્થાનિકોએ નગરપાલિકામાં રજુઆત કરી છે પરંતુ સ્થિતિ ઠેર ને ઠેર રહેતા અહીંના સ્થનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને વહેલી તકે વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી અહીંના સ્થાનિકો ઉગ્ર માંગ કરી રહ્યા છે.
બનાસકાંઠા
બનાસકાંઠાના ડીસા તાલુકાના ડાવસ ગામે બનાસ નદીના કિનારે 120 એકર જમીનમાં આજે 2 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને આ રાજ્યના પ્રથમ 'મહા વન કવચ'ની શરૂઆત થવા જઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાના 12 વર્ષ અને મંત્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસ નિમિત્તે આ ભવ્ય આયોજન કરાયું છે.
સુરેન્દ્રનગર
લીંબડી તાલુકાના જાંબુ અને લક્ષ્મીસર ગામની સીમમાં નર્મદા કેનાલ ના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા 150 વિઘાથી વધુ જમીનમાં વરસાદી પાણીનો નિકાલ ન થઈ શકતા ખેડૂતોની હાલત કફોડી બની છે. નર્મદા કેનાલ આડી આવી જતી હોવાથી વરસાદી પાણીનો નિકાલ ન થતાં આ મામલે નર્મદા વિભાગમાં રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરવામાં આવતા પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ સામાન્ય વરસાદમાં પણ ખેતરો જળબંબાકાર બની ગયા છે ત્યારે ખેડૂતો માટે નર્મદા કેનાલ આફતરૂપ બની હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ખેડા
આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કણજરી નગર વિસ્તારમાં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓમાં થયેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ આમરણાંત ઉપવાસ આંદોલન કરવામાં આવશે. કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા જિલ્લાના તમામ તાલુકાઓના પ્રમુખ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો : Rashifal 08 july 2026 : આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં મળશે મોટી સફળતા

