Gujarat Police ની ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઈક, ઠેરઠેર સર્ચ ઓપરેશન
Gujarat Police : અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. જેમાં 131 બાંગ્લાદેશીઓની અલગ-અલગ વિસ્તારમાંથી અટકાયત કરીને તેમને ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યા છે. જેમાં 291 લોકોની અટકાયત કરી હતી જેમાંથી 131 બાંગ્લાદેશીઓની પૂછપરછ પૂર્ણ કરાઈ છે. તો અન્ય 160 બાંગ્લાદેશીઓની હાલમાં પૂછપરછ ચાલુ છે, તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને વધુ માહિતી આપી શકે છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે 131 બાંગ્લાદેશીની અટકાયત કરી
મળતી માહિતી મુજબ, મોડી રાત્રે શરૂ થયેલી આ કડક કાર્યવાહીમાં શહેરના ચંડોળા તળાવ, ગુલાબનગર અને ખોડિયારનગર જેવા સંવેદનશીલ અને શંકાસ્પદ વિસ્તારોમાં પોલીસે તપાસ હાથધરી હતી અને ચેકિંગ કર્યુ હતુ. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા આ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ મેગા ઓપરેશન અંતર્ગત કસ્ટડીમાં લેવાયેલા તમામ 100 શંકાસ્પદ લોકોને તાત્કાલિક ધોરણે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસે લાવવામાં આવ્યા છે. અહીં તેમની ઓળખ અને નાગરિકતાની ખાતરી કરવા માટે તેમના રહેઠાણના પુરાવા અને ઓળખપત્રોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. જે લોકો પાસે સત્તાવાર ભારતીય નાગરિકતાના માન્ય દસ્તાવેજો નહીં મળી આવે, તેમની સામે કાયદાકીય કલમો હેઠળ કડક ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 31 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી
રાજકોટ પોલીસે મોડી રાત્રે બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી અને કુલ 31 બાંગ્લાદેશીઓને પોલીસ સ્ટેશન લાવી તેમની પૂછપરછ કરી હતી, રાજકોટ અને રાજકોટ ગ્રામ્યમાં અલગ-અલગ જગ્યાએ બાંગ્લાદેશીઓ નોકરી કરી જીવન ગુજારી રહ્યાં હતા અને તેને લઈ પોલીસે અટકાયત કરી છે. કેટલા સમયથી રાજકોટમાં રહે છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, પોલીસે આધારકાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના ડોકયુમેન્ટની ચકાસણી શરૂ કરી છે. Gujarat Police નું અલગ-અલગ જિલ્લામાં બાંગ્લાદેશીના ગેરકાયદેસર વસવાટને લઈ ઓપરશેન ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ આ ઓપરેશન વધુ મજબૂત બનશે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે, ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી ટીમ ખાસ આ પ્રકારની મુહિમ ચલાવી રહી છે, બાંગ્લાદેશની બોર્ડરથી ગુજરાતમાં એજન્ટો મારફતે રૂપિયા આપી પ્રવેશ કરતા હોય છે અને ગુજરાતમાં નોકરી કરતા હોય છે. ત્યારે રાજકોટ,ભાવનગર,અમદાવાદ,સુરત એસઓજી આ મામલે સખત કાર્યવાહી કરી છે અને આગામી દિવસોમાં હજી ઘણા બાંગ્લાદેશીઓને ગુજરાતમાંથી તેમના દેશમાં ડિપોર્ટ કરાશે.
આ પણ વાંચો : Junagadh : માળીયાના પાણીધ્રામાં ઝેરી કેમિકલ યુકત પદાર્થનું સેવન કરતા એકનું મોત, 4 લોકોની હાલત ગંભીર થતા સારવાર હેઠળ


