તો અમદાવાદ ગ્રામ્યના કુલ કેન્દ્ર 149 પરીક્ષા કેન્દ્રો પ44 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. શારીરિક કસોટી પાસ કરનારા આશરે અઢી લાખથી વધુ ઉમેદવારો આજે રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પોતાની લેખિત કસોટી આપશે.
મુખ્ય શહેરોની 849 શાળાઓમાં પરીક્ષાનું આયોજન
પોલીસ ભરતી બોર્ડના સત્તાવાર આંકડા મુજબ, લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે અગાઉ યોજાયેલી શારીરિક કસોટી (દોડ) માં અંદાજિત 6.36 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ કડક શારીરિક પરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈને કુલ 2,63,345 ઉમેદવારો લેખિત પરીક્ષા આપવા માટે લાયક ઠર્યા છે.
જેઓ આજે પોતાનું નસીબ અજમાવશે. ઉમેદવારોએ 200 માર્ક્સની MCQ (મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન) આધારિત પ્રશ્નપત્ર પદ્ધતિનો ઉપયોગ કરવાનો રહેશે.
ડમી ઉમેદવારોને રોકવા AI અને બાયોમેટ્રિક ટેકનોલોજીનો ઉપયોગ
પરીક્ષાની સિક્યોરિટી અને સુપરવિઝન કામગીરી માટે 9 હજાર જેટલા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ અને શિક્ષણ વિભાગના આશરે 17,000 જેટલા અધિકારીઓ-કર્મચારીઓ મળી કુલ 26,000થી વધુનો સ્ટાફ ફરજ પર તૈનાત રહેશે. આ ઉપરાંત, દરેક પરીક્ષા કેન્દ્ર પર ભરતી બોર્ડના વિશેષ પ્રતિનિધિ તરીકે PI (પોલીસ ઇન્સ્પેક્ટર) અથવા PSI (પોલીસ સબ-ઇન્સ્પેક્ટર) કક્ષાના અધિકારી હાજર રહેશે.
કોઈ પણ કેન્દ્ર પર ડમી ઉમેદવાર બેસી ન જાય તે માટે પરીક્ષાર્થીઓની ઓળખની ચકાસણી કરવા બાયોમેટ્રિક વેરિફિકેશન, ફેસિયલ રેકોગ્નિશન ટેક્નોલોજી (ચેહરો ઓળખવાની સિસ્ટમ) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત આધુનિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પણ વાંચો : પોલીસની પંચાત : પોલીસ ધારે તો ભલભલાને ગમે ત્યાંથી શોધી કાઢે ! પોલીસ અધિકારીઓએ આળસ ખંખેરવી પડશે, DGP સાહેબે કર્યો સોલીડ હુકમ