Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Police : ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક, વાંચો Inside Story

Gujarat Police : ગુજરાતના નાગરિકોને સાયબર ક્રાઇમ સામે સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાગરિકોની મહેનતની કમાણીના રૂપિયા સાયબર ગુનેગારોના હાથમાં ન જાય અને સાયબર ક્રાઇમાં સંડોવાયેલા ગુનેગારોને આકરી સજા મળે તે હેતુથી રાજ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન હાથ ધરીને નિર્ણાયક કામગીરી કરવામાં આવી છે. આ વ્યાપક કામગીરીના ભાગરૂપે મુખ્યમંત્રીના દિશાનિદર્શન અનુસાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં એક વિશેષ ઓપરેશન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું.
gujarat police   ઓપરેશન મ્યૂલ હન્ટ 1 0 સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક  વાંચો inside story
Advertisement

Gujarat Police : સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરીને અલગ અલગ કેસમાં કુલ રૂ.2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

શું છે મ્યૂલ અકાઉન્ટ ?

મ્યૂલ એકાઉન્ટ એવા બેંક એકાઉન્ટ છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડીથી મેળવેલા નાણાં મેળવવા, ટ્રાન્સફર કરવા અને લૉન્ડરિંગ કરવા માટે કરે છે. જે વ્યક્તિ આ એકાઉન્ટ ધરાવે છે તેને "મની મ્યૂલ" તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતાઓની મદદથી સાયબર ગુનેગારો એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી દે છે. ગુજરાત પોલીસે આવા મ્યૂલ અકાઉન્ટની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવા માટે જ આ ઓપરેશન ચલાવ્યું છે. મ્યૂલ અકાઉન્ટ જાણીજોઈને અથવા અજાણતા સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

Advertisement

ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0

વર્ષ 2025માં Gujarat Police અને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડાઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર્સ અને સાયબર પોલીસ સ્ટેશનોને જોડવામાં આવ્યા હતા. આ ઓપરેશનનું દૈનિક મોનિટરિંગ કરીને પ્રોગ્રેસ રિપોર્ટ વડી કચેરીએથી લેવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસની ટીમે ઇન્ડિયન સાયબરક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઈન દ્વારા મળેલા ડેટાને સંકલિત કર્યો હતો.

Advertisement

ફરિયાદો બાદ બનાવાઈ સપોર્ટ ટીમ

આ ડેટા ઇન્ટેલિજન્સના આધારે તમામ જિલ્લાઓમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરીને ફિલ્ડ પર મળેલી ફરિયાદો માટે સપોર્ટ ટીમ બનાવવામાં આવી હતી. તમામ બેન્કોને રિયલ ટાઇમ ડેટા શેરિંગ માટે સૂચનાઓ આપીને યોગ્ય સંકલન કરવામાં આવ્યું હતું. આ રીતે ડેટા ઇન્ટેલિજન્સ અને યોગ્ય સંકલન દ્વારા મ્યૂલ અકાઉન્ટની ગુનાહિત પ્રવૃતિના મૂળ પર ઘા કરીને ગુજરાત પોલીસે અભૂતપૂર્વ પરિણામો પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0ની મુખ્ય સિદ્ધિઓ : Gujarat Police

•કુલ FIR : 565
•કુલ ધરપકડ : 638
•મ્યૂલ અકાઉન્ટ પર કાર્યવાહી: 913
•ગુનાઓની ઓળખ : 4052 (ગુજરાતમાં 491)
•આર્થિક ફ્રોડ મૂલ્ય : રૂ.2289 કરોડ

ઓપરેશનના લીધે એટીએમ, ચેક દ્વારા ઉપાડમાં જોવા મળેલા ફેરફાર

•ચેક દ્વારા ઉપાડમાં 75 ટકાનો ઘટાડો
•માસિક ચેક ઉપાડ 126 કરોડથી ઘટીને 25 કરોડ થયા જે 80 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે.
•પ્રથમ લેયરના મ્યૂલ અકાઉન્ટ એટલે કે જ્યાં સૌથી પહેલા પૈસા જમા થાય છે તેવા અકાઉન્ટની સંખ્યામાં ઓગષ્ટથી ડિસેમ્બર 2025 સુધીમાં 30 ટકાનો ઘટાડો.
•સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2025 સુધીમાં એટીએમ ઉપાડમાં 66 ટકા જેટલો ઘટાડો.

RBI આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી કરશે

મ્યૂલ અકાઉન્ટ સામેની આ કામગીરીને વધુ કાર્યક્ષમ અને પ્રોએક્ટિવ બનાવવાના હેતુથી, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના દિશાનિદર્શન અંતર્ગત ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન (IDPIC) દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીના ઉપયોગથી રિસ્ક સ્કૉરિંગ પ્રણાલી અમલમાં મુકવામાં આવી રહી છે. આ પ્રણાલી અંતર્ગત દરેક ટ્રાન્ઝેક્શનને લૉ રિસ્ક, મીડિયમ રિસ્ક અને હાઈ રિસ્ક તરીકે વર્ગીકૃત કરવામાં આવશે જેથી શંકાસ્પદ અકાઉન્ટની ઓળખ કરી શકાય. આ સ્કોરના આધારે વિવિધ બેન્કો જરૂરી કાર્યવાહી કરી શકે છે. IDPICને તેના માટે નોડલ એજન્સી તરીકે જવાબદારી આપવામાં આવી છે. શંકાસ્પદ અકાઉન્ટ અંગેની માહિતી વિવિધ બેન્કો વચ્ચે શેર કરવા માટે mulehunter.ai નામની રજીસ્ટ્રી પણ બનાવવામાં આવી છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષોમાં ભારતમાં ડિજિટલ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ

સાયબર ક્રાઇમની વધી રહેલી ઘટનાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સતત ચિંતા વ્યક્ત કરી છે અને ડિજિટલ અરેસ્ટ સહિતના વિવિધ સાયબર ગુનાઓ સામે નાગરિકોએ ડર્યા વિના વધુ જાગરૂકતા સાથે ડિજિટલ પ્રક્રિયાઓ કરવા જણાવ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષોમાં ભારતમાં ડિજિટલ ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિ સર્જાઇ છે. ભારતમાં ઇન્ટરનેટના વપરાશકર્તાઓની સંખ્યા અત્યારે 100 કરોડથી પણ વધુ છે જે 11 વર્ષ પહેલા 25 કરોડ હતી. ઇન્ટરનેટ ઉપભોક્તાઓમાં વધારો અને પાર્લામેન્ટથી લઈને પંચાયતો સુધી ‘ભારતનેટ’ થી જોડાવું એ ડિજિટલ ઇન્ડિયાની બહુ મોટી સિદ્ધિ છે. બ્રોડબેન્ડ કનેક્શનમાં પણ 16 ટકાનો વધારો થયો છે.

ભારત નેટ પરિયોજના હેઠળ 11 વર્ષ પહેલા માત્ર 546 પંચાયતો જોડાયેલી હતી

આજે 2 લાખથી વધુ ગ્રામ પંચાયતો આ પરિયોજના સાથે જોડાઈ ચૂકી છે. એવી જ રીતે UPI ટ્રાન્ઝેક્શનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના જણાવ્યા અનુસાર સાયબર સુરક્ષા હવે માત્ર આર્થિક સુરક્ષાનો મુદ્દો રહ્યો નથી; હવે તે રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ જોડાઈ ગયો છે. તેથી આર્થિક, સામાજિક, વહીવટી અને રાષ્ટ્રીય સુરક્ષાના આયામોને મજબૂતીથી સુરક્ષિત કરવા અને આ ડિજિટલ ક્રાંતિને આગળ વધારવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે.

આ પણ વાંચો : Headline 03 PM : વાંચો બપોરના 12 થી બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર

Tags :
Advertisement

.

×