ફેશિયલ રેકોગ્નિશન ટેક્નોલોજીથી રખાશે નજર અને તમામ પ્રક્રિયા CCTV કેમેરા હેઠળ થશે. DIGP અને SP કક્ષાના અધિકારીઓ કરશે સુપરવિઝન અને પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
1814 ઉમેદવારો આપશે પરીક્ષા
પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. ગાંધીનગરના શૈક્ષણિક હબ ગણાતા સેક્ટર-15 ખાતે આવેલા LDRP કેમ્પસ, VPMP પોલિટેકનિક અને કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે કુલ 6 પરીક્ષા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.
આ કેન્દ્રોના 64 બ્લોક પર અંદાજે 1920 જેટલા પરીક્ષાર્થી ઉમેદવારો પોતાની પરીક્ષા આપવાના છે. ગેરરીતિની આશંકાઓ બિલકુલ ન રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ-163 અન્વયે વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આકરા પ્રતિબંધો લાદ્યા છે.
પરીક્ષામાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર પ્રતિબંધ મૂકાયો
ઉમેદવારો પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, પેજર, ઇલેક્ટ્રિક ડાયરી, સ્માર્ટ વોચ, લાઈવ લોકેશન શેરિંગ ઉપકરણો કે અન્ય કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જઈ શકશે નહીં.
આ કડક નિયમોમાંથી માત્ર ફરજ પરના પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ્ઝ, પરીક્ષાના સત્તાવાર ઓબ્ઝર્વર્સ અને પરીક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા અધિકૃત સ્ટાફને જ મુક્તિ આપવામાં આવી છે. તે સિવાયના કોઈ પણ બિનઅધિકૃત વ્યક્તિને કેન્દ્રમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
આ પણ વાંચો : પોલીસની પંચાત : દરિયાપુરના ભગી બાપુ ક્યાં કાચા પડ્યા? એક PI નો તો ભોગ લીધો બીજાનો પણ લેવાશે કે શું? વાંચો Special Story