સુરતના આંબિકામાં 335 મિમી વરસાદ નોંધાયો છે. સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન વલસાડના કપરાડામાં 21 મિમી વરસાદ નોંધાયો છે, તો સરદાર સરોવર ડેમ 64.11 ટકા ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 36.09 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
ગુજરાતના 2 ડેમ હાઈ એલર્ટ પર
વર્તમાન સ્થિતિ પર 1 ડેમ એલર્ટ પર છે અને 7 ડેમ વોર્નિંગ પર છે. તો નવસારી જિલ્લામાં 50 લોકોનું સ્થળાંતર કરાયું છે અને 4 થી 7 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
2174 ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ છે અને 2087 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. 87 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે. રાજ્યમાં ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદે જોરદાર ગતિ પકડી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાઓના 225 તાલુકાઓમાં મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે.
ડેમ અને વીજ પુરવઠાની સ્થિતિ
વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી છે. સરદાર સરોવર ડેમ હાલ 64.11 ટકા ભરાયો છે, જ્યારે અન્ય 206 જળાશયોમાં 36.09 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
હાલમાં 2 ડેમ હાઈ એલર્ટ પર, 1 ડેમ એલર્ટ પર અને 7 ડેમ વોર્નિંગ પર છે. ભારે પવન અને વરસાદને કારણે 2174 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જેમાંથી 2087 ગામોમાં યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે. બાકીના 87 ગામોમાં કામગીરી ચાલુ છે.
આ પણ વાંચો : Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર