Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Education: ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની તારીખો જાહેર, 18 જૂનથી થશે પ્રારંભ

ગુજરાતમાં શિક્ષણના ઉત્સવ સમાન ગણાતા 'શાળા પ્રવેશોત્સવ'ની ઘોષણા કરવામાં આવી છે, જે રાજ્યના લાખો બાળકો માટે શિક્ષણના નવા દ્વાર ખોલશે. આગામી 18 જૂનથી શરૂ થતા આ કાર્યક્રમમાં ખુદ મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ મેદાનમાં ઉતરી રહ્યું છે.
gujarat education  ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની તારીખો જાહેર  18 જૂનથી થશે પ્રારંભ
Advertisement

Gujarat Education: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની શાળાઓમાં બાળકોના પ્રવેશને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે યોજાતા 'શાળા પ્રવેશોત્સવ' (Shala Praveshotsav) કાર્યક્રમની તારીખો જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, આગામી 18 જૂનથી 20 જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.

CM સહિત મંત્રી મંડળ બાળકોનું સ્વાગત કરશે

આ વર્ષના પ્રવેશોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને મંત્રીમંડળના તમામ સભ્યો વિવિધ શાળાઓમાં હાજર રહીને બાળકોનું સ્વાગત કરશે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સ્તરને સુધારવા અને વધુમાં વધુ બાળકો શાળાએ જોડાય તે હેતુથી આ કાર્યક્રમને ખાસ મહત્વ આપવામાં આવે છે. જોકે, વર્તમાન સ્થિતિ અને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કાર્યક્રમની રૂપરેખામાં નજીવો ફેરફાર થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

Advertisement

Gujarat Education: શિક્ષણનો વ્યાપ વધારવા કવાયત

આ કાર્યક્રમ દ્વારા સરકાર પ્રાથમિક શિક્ષણના વ્યાપને વધારવા અને બાળકોમાં શિક્ષણ પ્રત્યેની રુચિ કેળવવા માટે પ્રયત્નશીલ છે. જૂન મહિનાના મધ્યમાં યોજાનારા આ કાર્યક્રમમાં દરેક જિલ્લામાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા બાળકોને કિટ વિતરણ અને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિતભાઇ શાહે વસ્તી વિષયક પરિવર્તન માટે હાઇ લેવલ કમિટીની કરી જાહેરાત

Tags :
Advertisement

.

×