Surat : પર્વત ગામમાં વહેલી સવારે બિલ્ડિંગ નમી પડતા દોડધામ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Surat શહેરમાં આજે વહેલી સવારે પર્વત ગામ વિસ્તારમાં દોડધામ મચી હતી. 4 માળની બિલ્ડિંગ અચાનક નમી પડતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા હતા. બિલ્ડિંગ અચાનક એક તરફ નમી પડતા સ્થાનિકોમાં ગભરાહટનો માહોલ છવાઈ ગયો હતો.
Advertisement
Surat : ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યું હતુ. ફાયર વિભાગે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. બિલ્ડિંગની હાલત જોતા કોઈ મોટી જાનહાનિ ન થાય તે હેતુથી ફાયર જવાનોએ ત્વરિત નિર્ણય લઈને આખી બિલ્ડિંગને ખાલી કરાવી દીધી હતી. સ્થાનિકોને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.

