Gujarat Weather : રાજયમાં આજથી વરસાદનું જોર ઘટવાની શકયતા, 24 કલાકમાં 60 તાલુકામાં નોંધાયો વરસાદ
Gujarat Weather : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા વરસાદ બાદ હવે સ્થિતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 60 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
Advertisement
Gujarat Weather : છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વલસાડ જિલ્લાના બે તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ રહ્યો છે. જેમાં નાનાપોંઢા અને કપરાડામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા નવા પાણીની આવક થઈ હતી.

