Gujarat Weather : આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉ કાસ્ટ એલર્ટ, આ જિલ્લાઓમાં વરસી શકે વરસાદ
Gujarat Weather : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાની પ્રગતિ માટે સાનુકૂળ સંજોગો વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે વરસાદની મહત્વની આગાહી જાહેર કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન, ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આપી છે.
કચ્છ સહિતના જિલ્લાઓમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 અને 4 જૂન દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે, આગામી 24 કલાક બાદ તાપમાનમાં હજુ 2 થી 4 ડિગ્રીનો ક્રમશ: ઘટાડો થવાની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાત રીજનમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે, જેમાં અમદાવાદ અને સુરત જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે.
Gujarat Weather : 03 અને 04 જૂને આ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે બીજી તરફ ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરાઈ છે, આવતીકાલે 4 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Banaskantha માં અડધી રાત્રે ગાજવીજ સાથે વરસાદ, બાજરી-મગફળીના પાકને નુકસાનની ભીતિ!


