10 તાલુકામાં 3 ઇંચથી સાડા 3 ઇંચ વરસાદ અને અન્ય તાલુકામાં અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ
હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા 8 જુલાઈ સુધી આગાહી વરસાદની કરાઈ છે. 3 અને 4 જુલાઈએ પડી શકે છે અતિભારે વરસાદ અને 5 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે અને આજે 19 જિલ્લામાં વરસાદની આગાહી કરાઇ છે. આજે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું છે.
7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 4 જુલાઈએ 19 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.
વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ચોમાસાએ ગતિ પકડી છે અને આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 6 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ શકે છે.
તેમના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી લઈને ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ આગાહીને પગલે ખેડૂતો, સ્થાનિક તંત્ર અને સામાન્ય નાગરિકોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : LIVE: Gujarat Latest News : ગુજરાતમાં એકસાથે 5 વેધર સિસ્ટમ સક્રિય થઈ