Jamnagar : રાજકોટમાં મામાના ઘરે ગયેલી 14 વર્ષની દીકરીનું હાર્ટ એટેકથી મોત, રમતા રમતા જીવનયાત્રા પૂર્ણ
Jamnagar : 14 વર્ષની માસૂમ દીકરી આનંદી મોદીનું રાજકોટમાં હાર્ટ અટેકથી મોત થયું છે. પરસોત્તમ મહિના નિમિત્તે મામાના ઘરે ગયેલી બાળકીને રમતા રમતા કાળ આંબી ગયો છે અને પરિવાર સાથે જમ્યા બાદ અન્ય બાળકો સાથે દોડાદોડી કરતી વખતે બાળકી એકાએક જમીન પર ઢળી પડી અને સારવાર મળે તે પહેલા જ મોત થયું છે.
Advertisement
Jamnagar : રાજકોટમાં અચાનક બેભાન થયેલી બાળકીને હોસ્પિટલ ખસેડાઈ, પરંતુ તીવ્ર હાર્ટ અટેકના કારણે તેને બચાવી શકાઈ ન હતી. માત્ર 14 વર્ષની ફૂલ જેવી દીકરીની વિદાયથી મોદી પરિવાર સહિત ચાંદી બજાર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી છે. નાની ઉંમરે આવતા હાર્ટ અટેકના વધુ એક કિસ્સાએ વાલીઓ અને સ્થાનિક લોકોમાં ચિંતા વધારી છે.

