Jamnagar : બેડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે મેગા ડિમોલિશન ડ્રાઇવ, 918 ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરાઈ
Jamnagar ના બેડી વિસ્તારમાં આજે વહેલી સવારથી તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામ સામે હથોડો ઝીંકી સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. પોલીસ અને તંત્રની હાજરીમાં આ ડિમોલિશન કરવામાં આવ્યું છે અને જે ઘર બાંધવામાં આવ્યા હતા તેને તોડી પડાયા છે.
Advertisement
Jamnagar ના બેડી વિસ્તારમાં આજે તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો પર મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરાયું છે. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. JCB અને ટ્રેક્ટરો સહિતની મશીન દ્વારા બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી સવારથી ચાલુ છે અને 1 કરોડ 17 લાખની કિંમતની 918 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવા કાર્યવાહી કરવામાં આવી છે.

