જો કે જૂથ અથડામણનું કારણ અંકબંધ છે, પોલીસને આશંકા છે કે, કોઈ પ્લાનિંગ સાથે આ પથ્થરમારો કરવામાં આવ્યો હોય. એક સાથે આટલા પથ્થરો આવ્યા કયાંથી તેને લઈ પોલીસ પણ તપાસમાં જોતરાઈ છે.
જામનગરમાં બની પથ્થરમારાની ઘટના
બેડી વિસ્તારમાં એક વ્યકિત પાનની દુકાન પાસે બેઠા હતા અને તેમની પર અજાણ્યા 7 થી 8 શખ્સોએ આવી પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને તેમને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અન્ય એક ઘટના શહેરના ચુનાના ભઠ્ઠા વિસ્તારમાં બની હતી. જૂની અદાવતના કારણે બે જૂથો સામસામે આવી ગયા હતા, જેમાં તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ થયો હતો. એક જ રાતમાં બનેલી આ તમામ હિંસક ઘટનાઓને પગલે પોલીસે ગુનેગારોને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગરમાં મારામારીના કેસમાં એક આરોપીની પાસા કરાઈ
જામનગરના વિજય વરાણીયા અગાઉ મારામારી જેવી ગંભીર અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સતત સક્રિય હતો. તેના પર સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરવાનો આરોપ હતો અને તેની સામે અત્યાર સુધીમાં કુલ ચાર મારામારીના ગુના નોંધાયા હતા. આ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફત જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ પી.બી. પંડ્યા સમક્ષ રજૂ કરાઈ હતી.
આ પણ વાંચો : Rajkot : જંગલેશ્વરમાં ગરીબોના આંસુ વચ્ચે અધિકારીઓ 12 લાખ રૂપિયાનું પાણી પી ગયા, મનપામાં ચાલી રહ્યો છે ભ્રષ્ટ વહીવટ?