મૃતકનું નામ અલાઉદ્દીન હોડીયા છે અને તેની ઉંવ 17 છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, વહેલી સવારે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે.
માસૂમ વિદ્યાર્થીનું કમનસીબે મોત
અલાઉદ્દીન સવારે પોતાની શાળાએ અભ્યાસ અર્થે જઈ રહ્યો હતો. તે દરમિયાન રોડ પર એક પેસેન્જર ટેમ્પાના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવીને વિદ્યાર્થીના બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી ગંભીર હતી કે વિદ્યાર્થી બાઈક સાથે ફંગોળાઈને દૂર ફેંકાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટેમ્પા ચાલક વિદ્યાર્થીને મદદ કરવાને બદલે ત્યાંથી પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. હિટ એન્ડ રનના વધતા જતા બનાવોને લઈને શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હિટ એન્ડ રનનો કાયદો શું છે?
અકસ્માત સર્જીને વાહન ચાલક અટક્યા વિના કે પોલીસને જાણ કર્યા વિના સ્થળ પરથી ફરાર થઈ જાય તે ગેરકાયદેસર ગુનાહિત કૃત્યને 'હિટ એન્ડ રન' કહેવાય છે. નવા કાયદા હેઠળ, જો કોઈ ડ્રાઈવર અકસ્માતની જાણ પોલીસને ન કરે અને ભાગી જાય તો 10 વર્ષ સુધીની જેલ અને દંડની જોગવાઈ છે.
જો અકસ્માત કરનાર ડ્રાઈવર ઘટનાસ્થળે પીડિતને મદદ કરે અને નજીકના પોલીસ સ્ટેશનને તુરંત જાણ કરે, તો તેમની સજામાં નોંધપાત્ર ઘટાડો (મહત્તમ 5 વર્ષ) થઈ શકે છે.
આ પણ વાંચો : Chhota Udaipur News : ‘રાજવાસણા રબર ડેમ’થી 25 ગામોના 3420 હેક્ટર વિસ્તારને થશે સીધો ફાયદો