Jamnagar : કાળ બનીને ત્રાટક્યો વીજ કરંટ, જોડિયાના ટીંબડી ગામે વાડીમાં શ્રમિક માતા અને દોઢ વર્ષના પુત્રનું મોત
Jamnagar : ચોમાસાની ઋતુમાં એક તરફ જ્યાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ ખુલ્લા વાયરો અને વીજ કરંટના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
Advertisement
Jamnagar જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની માતા અને તેના માત્ર દોઢ વર્ષના માસૂમ પુત્રનું વીજ કરંટ લાગવાના કારણે મોત નીપજ્યું છે. એક સાથે માતા-પુત્રના મોતથી શ્રમિક પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

