Jamnagar માં સ્થપાશે ભારતનું પ્રથમ AI ડેટા સેન્ટર, મેટા અને રિલાયન્સ વચ્ચે થયો કરાર
Jamnagar : સોશિયલ મીડિયા ક્ષેત્રની દિગ્ગજ કંપની મેટાએ ભારતમાં પોતાનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સક્ષમ ડેટા સેન્ટર લીઝ પર લેવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સમજૂતી કરાર કર્યો છે. આ અત્યાધુનિક ડેટા સેન્ટર ગુજરાતના જામનગરમાં તૈયાર કરવામાં આવશે.
Advertisement
Jamnagar : આ કરાર અંતર્ગત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 168 મેગાવોટની ક્ષમતા ધરાવતું ડેટા સેન્ટર બનાવશે, જેને મેટા કંપની ભાડે રાખશે. ભવિષ્યમાં મેટા પાસે આ સેન્ટરની ક્ષમતા વધારવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. આ ભાગીદારી અંગે મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, "ભારતમાં અમારા પ્રથમ AI સક્ષમ ડેટા સેન્ટરના નિર્માણ માટે રિલાયન્સ સાથે કામ કરવાનો અમને ગર્વ છે.

