તંત્ર ઘોર નિંદ્રામાં હોવાની ટીકાઓ થઈ રહી છે
આ સમસ્યાની સૌથી ગંભીર પાસું એ છે કે પ્રદૂષિત પાણી નદીમાંથી પસાર થતી પાણીની પાઈપલાઈનોમાં પણ ભળી જવાની દહેશત છે, જે જાહેર આરોગ્ય માટે મોટો ખતરો બની શકે છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા માત્ર નમૂના (સેમ્પલ) લેવાની કામગીરી કરીને સંતોષ માની લેવામાં આવે છે. કામગીરીના નામે માત્ર કાગળ પર તપાસ થાય છે, પરંતુ કસૂરવાર ઉદ્યોગો સામે કોઈ નક્કર કે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આથી જ તંત્ર ઘોર નિંદ્રામાં હોવાની ટીકાઓ થઈ રહી છે.
શું સેમ્પલ લેવા એ જ GPCBની કામગીરી?
બીજી તરફ, GPCBના અધિકારીઓનો પક્ષ એવો છે કે તેઓ સમયાંતરે પાણીના નમૂના લે છે અને તેને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલે છે. રિપોર્ટ આવ્યા બાદ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.
જોકે, વારંવાર એક જ સમસ્યાનું પુનરાવર્તન થવું એ સાબિત કરે છે કે હાલની કાર્યવાહી અપૂરતી છે. નદીને પ્રદૂષણમુક્ત રાખવા માટે માત્ર સેમ્પલ લેવા પૂરતું નથી, પરંતુ કેમિકલ છોડતા એકમો પર કડક દંડ અને કાયદાકીય કાર્યવાહી કરવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે.
આ પણ વાંચો : Surat Floods : પૂરની આપત્તિ સામે સુરતના અસરગ્રસ્ત વિસ્તારોને ફરી ધમધમતું કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની કવાયત