Junagadh : માળીયાના પાણીધ્રામાં ઝેરી કેમિકલ યુકત પદાર્થનું સેવન કરતા એકનું મોત, 4 લોકોની હાલત ગંભીર થતા સારવાર હેઠળ
Junagadh : માળીયાના પાણીધ્રા ગામના પાટિયા પાસે આવેલી એક હોટેલથી કેટલાક લોકોએ ઝેરી કેમિકલ યુકત પદાર્થનું સેવન કર્યુ હતુ જેના કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો આ ઘટનામાં એક વ્યકિતનું મોત થયું છે. જયારે કેશોદના કાલવાણીની એક મહિલા સહિત 4 વ્યક્તિને સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, આ ઘટનાને લઈને પોલીસ દોડતી થઈ હતી અને ઠેર-ઠેર રેડ કરીને દારુના એક ધંધાર્થીની અટકાયત કરીને વધુ તપાસ આદરી છે.
અગરબતીમાં વપરાતા કેમિકલનો ઉપયોગ થયો છે : ઇન્ચાર્જ SP Junagadh
આ સમગ્ર મામેલ જૂનાગઢના ઇન્ચાર્જ એસપી રોહિત ડગરએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતા જ પોલીસે રાતથી જ તપાસ શરુ કરી દીધી છે, અને કેટલાક ઈસમોને પોલીસ મથકે લાવીને પૂછતાછ કરતા એક ઇસમે એવી કબૂલાત આપી છે કે, પૈસાની લાલચમાં અગરબતીમાં વપરાતું ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલ નામનું કેમિકલમાં પાણી મિક્ષ કરીને વેચાણ કરવામાં આવતું હતું. જેમાં એક વ્યક્તિના મોતની વાત આવે છે, તેનું મોત ખરેખર હાર્ટએટેકથી થયું છે કે અન્ય રીતે થયું છે તેને લઈ પોલીસને રીપોર્ટ પણ મળ્યો છે. તો અહીના સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે માળીયામાં અલગ-અલગ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ કરવામાં આવે છે અને પોલીસ કંઈ ઘટના બને પછી દોડતી થાય છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થાનિકો દ્વારા.
ખોડીયાર હોટલના બાથરૂમમાંથી દારૂની કોથળીઓ મળી!
માળીયામાં આવેલી ખોડીયાર હોટલમાં પોલીસે તપાસ કરતા અહી હોટલના બાથરૂમની અંદરથી એક બોકસ જેવું મળ્યું હતું, જેમાં દેશી દારુની 20 કોથળી પોલીસને મળી આવી હતી અને 4 લિટર દારુનો રૂ.800 નો જથ્થો મળી આવતા તે પોલીસે કબજે કરીને હોટલના સંચાલક મૂળ વાંદરવડના રામ વાલીંગ ભોજક સિસોદિયાની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો : Gujarat Weather : આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉ કાસ્ટ એલર્ટ, આ જિલ્લાઓમાં વરસી શકે વરસાદ


