અને આ વ્યકિતનો ફોન પણ બંધ આવી રહ્યો છે. સિંહ બાળકની માથાના ભાગે ઘા મારી હત્યા કરાઇ હોવાની વાત સામે આવી છે. જૂનાગઢ ગિરનાર ડુંગર દક્ષિણ રેંજ નીચે આવતા વિસ્તારમાંથી સિંહ બાળનો મૃતદેહ મળ્યો હતો.
હથિયારના ઘા મારી સિંહ બાળની હત્યા કરાઈ
વન વિભાગે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો અને સકકર બાગ ઝૂ ખાતે પીએમ કરવામાં આવ્યું હતું. બાવન પુના ચાવડા નામનો વ્યક્તિ શંકાના દાયરામાં છે અને હાલ આ વ્યક્તિ ફરાર હોવાની વાત સામે આવી છે.
ગણેશનગર પાસે રબારી નેસ પાસે ઝાડીઝાખરા માંથી સિંહ બાળનો મૃતદેહ મળી આવ્યો હતો અને અંદાજિત સાતથી આઠ માસના સિંહ બાળને માથાના ભાગે તિક્ષ્ણ હથીયારના ઘા મારી કરી હત્યા. વન વિભાગ દ્વારા શંકાસ્પદ શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આરોપીને ઝડપી પાડવા પોલીસનું સર્ચ ઓપરેશન
વન તંત્ર દ્વારા આ મામલે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2025ની વસ્તી ગણતરી પ્રમાણે ગિરનાર જંગલમાં 54 જેટલા સિંહો હોવાનું સામે આવ્યું હતું.
આ જંગલમાં વસતા સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ તેમજ રહેણાક વિસ્તારોમાં આવી ચડતા હોય છે. વિશ્વભરમાં એશિયાટિક સિંહો માત્ર ગુજરાતના ગીર અભયારણ્ય, ગીર નેશનલ પાર્ક અને સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં જ કુદરતી રીતે અસ્તિત્વ ધરાવે છે.
આ પણ વાંચો : Ahmedabad : પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેન સ્નેચિંગના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો