ભવનાથ તરફ જતો આ માર્ગ અત્યંત વ્યસ્ત રહેતો હોય છે, જ્યાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપરાંત ગિરનારના યાત્રિકો અને પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે.
એક તરફનો રસ્તો ખુલ્લો કરાયો
અચાનક રસ્તા વચ્ચે પડેલા આ ઊંડા ભુવાને કારણે મોટી દુર્ઘટના સર્જાતા સદનસીબે ટળી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.
રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે તુરંત જ ત્યાં બેરીકેટ લગાવી દીધા હતા જેથી કરીને કોઈ અજાણ્યો વાહનચાલક તેમાં ખાબકે નહીં. હાલમાં ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે એક તરફનો રસ્તો ખુલ્લો કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી યાત્રિકોને મુશ્કેલી ન પડે.
વરસાદે વિરામ લીધો પણ તંત્રની નિષ્ક્રિયતા યથાવત
જોકે, આ સમગ્ર ઘટના બાદ લોકોમાં જૂનાગઢ મહાનગરપાલિકા (મનપા) સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ થાય છે કે, વરસાદે વિરામ લીધા બાદ પણ શહેરમાં ઠેર-ઠેર ભુવાઓ કેમ પડી રહ્યા છે? શું રસ્તા બનાવતી વખતે ગુણવત્તા સાથે ચેડાં કરવામાં આવ્યા હતા? પ્રજાના ટેક્સના પૈસે બનતા આ રસ્તાઓ શા માટે પ્રથમ વરસાદમાં જ ઘૂંટણિયે પડી જાય છે?
મનપા તંત્ર હજુ પણ જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જણાય છે. ભુવાઓ પડવાને કારણે અવાર-નવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને અકસ્માતોનો ભય સતત તોળાયેલો રહે છે. શહેરના જાગૃત નાગરિકોની એવી માગ છે કે, તંત્ર માત્ર બેરીકેટ લગાવીને સંતોષ ન માને, પરંતુ વહેલી તકે આ ભુવાઓનું કાયમી ધોરણે સમારકામ કરવામાં આવે.
આ પણ વાંચો : Ahmedabad Jagannath Rathyatra 2026 : ઐતિહાસિક પુનરાગમન, 25 વર્ષ બાદ સરસપુરના જૂના રણછોડરાયજી મંદિરે ફરી શરૂ થશે મામેરાની પરંપરા