અને સરકાર તરફથી વિક્ટિમ કોમ્પેન્સેશન હેઠળ રૂ. 4 લાખ વળતરનો આદેશ કરવામાં આવ્યો છે. સરકારી વકીલ ગોપાલ ઠાકુરની અસરકારક દલીલોને કોર્ટે માન્ય રાખી અને આ ચુકાદો આપ્યો છે.
મહિસાગરમાં પણ સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા
મહીસાગર જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી હિતેશ રમેશભાઈ પરમારને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
વીરપુર તાલુકાના જોધપુર પેટે ઝવરાખાંટના મુવાડા ગામના રહેવાસી હિતેશ રમેશભાઈ પરમારે વર્ષ 2025માં એક 16 વર્ષીય સગીરાને લલચાવી, ફોસલાવીને ભગાડી જઈ તેનું યૌન શોષણ કર્યું હતું. આ ઘટના બાદ વીરપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
સુરતમાં સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની કેદ
આ ચકચારી ઘટના અંગે સગીરાના પરિવારે પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી રાજુ રાણાની ધરપકડ કરી લીધી હતી. કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને ગ્રાહ્ય રાખીને નરાધમ આરોપીને તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો. પોલીસે ભોગ બનનાર સગીરાનો કબજો મેળવી તેનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું અને તમામ વૈજ્ઞાનિક તથા ડિજિટલ પુરાવાઓ એકત્ર કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
આ પણ વાંચો : Mehsana DILR કચેરીનો સર્વેયર પ્રથમ હપ્તા પેટે રૂ.70 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો