Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kutch: અંજાર પોલીસની મોટી સફળતા, હાઇપ્રોફાઇલ જુગારના અડ્ડા પર દરોડા પાડી કાર્યવાહી

કચ્છના અંજારના સિનુગ્રા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં ચાલતી હાઇપ્રોફાઇલ જુગાર ક્લબ પર પોલીસે તવાઈ બોલાવી છે. મોટી રોકડ રકમ અને લક્ઝરી વાહનોની જપ્તી સાથે 11 લોકોની ધરપકડ આ કૌભાંડની ગંભીરતા દર્શાવે છે. હવે પોલીસ આ ક્લબના મુખ્ય સૂત્રધાર અને નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે
kutch  અંજાર પોલીસની મોટી સફળતા  હાઇપ્રોફાઇલ જુગારના અડ્ડા પર દરોડા પાડી કાર્યવાહી
Advertisement

Kutch Gambling Raid:  કચ્છના (Kutch) અંજાર (Anjar) વિસ્તારમાં ચાલતી એક હાઇપ્રોફાઇલ જુગાર ક્લબ (High-profile Gambling Club) પર પોલીસે આકસ્મિક રેડ પાડીને મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સિનુગ્રા (Sinugra) ગામની સીમમાં આવેલા ભીમજી વાણીયાની વાડીમાં આ ક્લબ ધમધમી રહી હતી. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીને પગલે જુગારિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

સ્થળ પરથી મોટી રોકડ અને લક્ઝરી વાહનો જપ્ત

પોલીસના સપાટામાં કુલ 11 જુગારિયાઓ ઝડપાયા છે. સ્થળ પરથી પોલીસે રોકડ રકમ ઉપરાંત, હાઇપ્રોફાઇલ ક્લબ હોવાના પુરાવા રૂપે 14 મોબાઇલ ફોન, 4 લક્ઝરી કાર (Luxury Cars) અને મોટરસાયકલ સહિત અંદાજે 77.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસની ટીમે બાતમીના આધારે પૂર્વ આયોજિત રીતે દરોડો પાડીને તમામ આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

Advertisement

Kutch: તપાસનો ધમધમાટ

અંજાર પોલીસ (Anjar Police) દ્વારા પકડાયેલા તમામ 11 શખ્સો સામે જુગારધારા (Gambling Act) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ હાઇપ્રોફાઇલ ક્લબ કોના સંચાલન હેઠળ ચાલતી હતી અને તેમાં બહારના કેટલા લોકો સંડોવાયેલા છે, તે અંગે પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ રેડ બાદ કચ્છમાં ચાલતા અન્ય શંકાસ્પદ જુગારના અડ્ડાઓ પર પણ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Kodinar: દેવલપુરમાં નવપરિણીતાની મોતનો ભેદ ઉકેલાયો, લગ્નના 3 મહિનામાં જ પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

Tags :
Advertisement

.

×