Kutch ના મુન્દ્રામાં ગાડી રોકવા બાબતે થયેલા વિવાદમાં વૃદ્ધની હત્યા, પોલીસની ટીમ આરોપીને શોધવા કામે લાગી
Kutch ના મુન્દ્રા તાલુકાના કુંદરોડી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વૃદ્ધની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ અબ્દુલા હુસેન પઠાણ તરીકે થઈ છે.
Advertisement
Kutch : આ ઘટના પાછળનું પ્રાથમિક કારણ સામાન્ય ગણાય તેવો વાહન રોકવા બાબતનો વિવાદ હોવાનું સામે આવ્યું છે, જેણે અંતે એક નિર્દોષનો જીવ લીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અબ્દુલાભાઈ પોતાની રિક્ષા લઈને જઈ રહ્યા હતા ત્યારે માર્ગ પર ગાડીઓ રોકવા જેવી નજીવી બાબતે કોઈની સાથે બોલાચાલી થઈ હતી.

