Kutch : મુન્દ્રા બંદરે ગુજરાત ATS ની મોટી કાર્યવાહી, પાકિસ્તાનથી આવેલા જહાજની સઘન તપાસ શરૂ
Kutch ના મુન્દ્રા બંદરે ગુજરાત એટીએસની ટીમે બાતમીના આધારે એક જહાજની તપાસ શરૂ કરી છે અને જહાજ પાકિસ્તાનથી આવ્યું હોવાની વાત છે. વહેલી સવારથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને હજી સુધી જહાજમાંથી શું શંકાસ્પદ ઝડપાયું છે તેને લઈ કોઈ માહિતી સામે આવી નથી.
Advertisement
Kutch ના મુન્દ્રા બંદરે એટીએસની ટીમે જહાજની તપાસ હાથ ધરી છે અને પાકિસ્તાનથી આવેલા જહાજને રોકી સઘન ચકાસણી શરૂ કરવામાં આવી છે. જહાજ મુન્દ્રાથી મુંબઈના નવાશેવ બંદર જવાનું હતું. અને જહાજમાં કોઈ શંકાસ્પદ સામગ્રી હોવાની આશંકાના કારણે ગુજરાત એટીએસએ તપાસનો દોર શરૂ કર્યો છે. હાલામાં તો ગુજરાત એટીએસ જ તપાસ કરી રહી છે, તો અન્ય કોઈ એજન્સી તપાસ નથી કરી રહ્યું.

