અને પોસ્ટ વાયરલ થતાં પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને એલસીબી ટીમે ટેક્નિકલ અને ડિજિટલ તપાસથી આરોપી સુધી પહોંચી હતી.
આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો
પોલીસે આરોપીને રાઉન્ડ-અપ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અને ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે અફવા અને ભડકાઉ પોસ્ટથી દૂર રહેવા જનતાને અપીલ કરી છે.
આરોપીએ શું કામ આવી પોસ્ટ કરી તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે અને મોબાઈલ ફોન પણ જમાં લીધો છે, પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીની માનસિકતા અલગ છે અને તેને લઈ તે આવી પોસ્ટ કરતો હતો. પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
કચ્છ કલેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
કચ્છ જિલ્લામાં હાલ ચાલી રહેલી જમીન દબાણ હટાવવાની ઝુંબેશ વચ્ચે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ અને કચ્છના કલેક્ટરને જાનથી મારી નાખવાની ધમકી આપતા મેસેજ વહેતા થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર કલેક્ટર વિરૂદ્ધ ખુલ્લેઆમ અપાયેલી ધમકીના સ્ક્રીનશોટ વાયરલ થતાં પોલીસે આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધી હતી. છે. પોલીસે આ ગુનાહિત પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચવા માટે સંબંધિત સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ધારકોની સઘન છાનબીન અને ટેકનિકલ તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : Headline 12 PM : વાંચો સવારના 7 થી બપોરના 12 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર