Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar : મહુવાના કંટાસર ગામે દીપડાનો આતંક, 5 વર્ષની બાળકીને ઉઠાવી જઈ ફાડી ખાધી

ભાવનગરના મહુવા તાલુકાના કંટાસર ગામે દીપડાએ હાહાકાર મચાવ્યો છે. વાડીમાં રમી રહેલી 5 વર્ષની બાળકી દિવ્યા ગોહિલને દીપડો ઉઠાવી જઈને તેને પોતાનો શિકાર બનાવી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બાળકીનો મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. વન વિભાગ દ્વારા આ માનવભક્ષી દીપડાને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં પાંજરા ગોઠવીને તાત્કાલિક અસરથી વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
bhavnagar   મહુવાના કંટાસર ગામે દીપડાનો આતંક  5 વર્ષની બાળકીને ઉઠાવી જઈ ફાડી ખાધી
Advertisement

Bhavnagar Mahuva Leopard Attack: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ કંટાસર ગામ (Kuntasar Village) આજે એક કરુણ ઘટનાથી હચમચી ઉઠ્યું છે. ગામની સીમમાં આવેલી વાડી વિસ્તારમાં રમતી માત્ર 5 વર્ષની માસૂમ બાળકી દિવ્યા ગોહિલ (Divya Gohil) પર દીપડાએ જીવલેણ હુમલો કરી તેને પોતાનો શિકાર બનાવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ગમગીની અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Bhavnagar: દિવ્યા તેના પરિવાર સાથે ખેતરમાં હતી

પ્રાપ્ત વિગતો અનુસાર, દિવ્યા તેના પરિવાર સાથે ખેતરની વાડીમાં હતી, ત્યારે અચાનક ધસી આવેલા દીપડાએ તેને બાળકીને દબોચી લીધી હતી અને તેને ખેંચીને અંધારામાં દૂર લઈ ગયો હતો. બાળકીને ક્યાંય ન જોતા પરિવારજનોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કમનસીબે થોડા અંતરે જ દિવ્યાનો ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. દીપડાએ માસૂમ બાળકીનું ભક્ષણ કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

Advertisement

ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા

ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. માનવભક્ષી દીપડા (Man-eater Leopard) ના આ હુમલાને લઈને વન વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. હાલમાં દીપડાને પકડવા માટે કંટાસર ગામના વિવિધ વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને વન વિભાગના અધિકારીઓ દ્વારા સઘન સર્ચ ઓપરેશન (Search Operation) શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વિસ્તારના ખેડૂતો અને રહીશોમાં દીપડાના સતત વધતા આતંકને લઈને રોષ અને ડર જોવા મળી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Dholera Airport પર મોટી દુર્ઘટના: કેબલ કામ દરમિયાન કરંટ લાગતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત

Tags :
Advertisement

.

×