Mahisagar: વરસાદના પાણીમાં નવી બની રહેલી પ્રોટેક્શન દીવાલ ધોવાઈ, કામગીરી સામે ઉઠ્યા સવાલ
મહીસાગરના દલજીના ચાકલિયા ખાતે પાણી પુરવઠાના નવા હેડવર્કસમાં પ્રથમ વરસાદમાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. કમ્પાઉન્ડ વોલ નીચેથી માટી ધોવાઈ જતાં દીવાલ હવામાં લટકી રહી છે અને નવીન મકાનમાં પાણી જમી રહ્યું છે. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે સ્થળ તપાસ કરી ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
Advertisement
Mahisagar: મહીસાગર જિલ્લાના દલજીના ચાકલિયા ખાતે બની રહેલા પાણી પુરવઠાના હેડવર્કસ (Water Supply Headworks) ની કામગીરી હાલ ભારે ચર્ચાનો વિષય બની છે. ગત મોડી રાત્રે પડેલા મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ આ નવીન પ્રોજેક્ટની પોલ ખૂલી ગઈ છે. નિર્માણાધીન વોટરવર્કસ સાઈટ પર કમ્પાઉન્ડ દીવાલની નીચેથી માટી ધોવાઈ જતાં, દીવાલ માત્ર કોલમ અને બીમના સહારે હવામાં લટકતી જોવા મળી રહી છે.

