Rajkot : શાપર-વેરાવળ વિસ્તારમાં વૃદ્ધને બંધક બનાવી 2.47 કરોડ રોકડા તેમજ 5 થી 7 તોલા સોનાના દાગીનાની લૂંટ કરાઈ
Rajkot ના શાપર-વેરાવળમાં લૂંટની ઘટના બની છે જેમાં વૃદ્ધના ઘરે આવીને લૂંટ ચલાવવામાં આવી છે. 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધને બંધક બનાવી ચલાવી લૂંટ. ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
Advertisement
Rajkot : શાપર-વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે લૂંટની ઘટના બની હતી અને રોકડા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે, વૃદ્ધે લૂંટ તયા બાદ પોલીસને જાણ કરી હતી અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આસપાસના સીસીટીવીની મદદ લીધી છે.

