Mehsana DILR કચેરીનો સર્વેયર પ્રથમ હપ્તા પેટે રૂ.70 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો
Mehsana DILR કચેરીનો સર્વેયર લાંચ લેતા ઝડપાયો છે જેમાં ગુજરાત ACBએ કાર્યવાહી કરી છે. મહેસાણા સેશન્સ કોર્ટ પાસે જય અંબે નાસ્તા હાઉસમાંથી 70 હજારની લાંચ લેતા રંગેહાથ દબોચ્યો છે. બેચરાજીના સુરજ ગામની જમીન માપણીની શીટો સબમિટ કરવા માંગી હતી લાંચ.
Advertisement
Mehsana DILR : સર્વેયર આશિષ કુમાર પરમારે પહેલા 1.90 લાખ રૂપિયાની કરી હતી માંગણી અને સેટલમેન્ટ કરીને તે 70 હજાર સુધી પહોંચ્યો હતો. લાંચના પ્રથમ હપ્તા પેટે 70 હજાર સ્વીકારતા ગાંધીનગર ACBએ છટકું ગોઠવી ઝડપી પાડયો હતો અને ગાંધીનગર ACB પી.આઇ ડી.એ.ચૌધરી અને તેમની ટીમે ટ્રેપને ગોઠવી હતી.

