Mehsana: ફ્રુટ માર્કેટમાં ભીષણ આગનું તાંડવ, 6 દુકાનો અને 2 ટ્રક બળીને ખાખ
મહેસાણાના ફ્રુટ માર્કેટમાં આજે સવારે લાગેલી વિકરાળ આગે વેપારીઓમાં ભારે દોડધામ મચાવી દીધી છે. જોતજોતામાં 6 દુકાનો અને પાર્ક કરેલા બે ટ્રક આગની લપેટમાં આવી ગયા હતા. કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.
Advertisement
Mehsana Fire: મહેસાણા શહેરના ફ્રુટ માર્કેટ વિસ્તારમાં આજે અચાનક લાગેલી ભીષણ આગને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માર્કેટમાં આવેલી એકસાથે 6 વેપારીઓની પેઢીના શેડમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓએ પાસે પાર્ક કરેલા બે ટ્રકને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા.

