Mehsana કોર્ટમાં સિંગર કાજલ મહેરિયાની બોગસ ડિવોર્સ અરજી કરાઈ, તપાસમાં સામે આવી ચોંકાવનારી હકીકત
Mehsana માં કોર્ટમાં સિંગર કાજલ મહેરિયાની બોગસ ડિવોર્સ અરજી કોઈ દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે, કાજલ અને તેના પતિ અલ્પેશ ઠાકોરને કોર્ટની નોટિસ મળતાં સમગ્ર ઘટના બહાર આવી છે. તો કોના દ્વારા આ અરજી કરવામાં આવી તેને લઈ કાજલે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.
Advertisement
Mehsana : અરજીમાં દર્શાવેલા વકીલોએ પણ પોતાની સહી ન હોવાનો કોર્ટમાં કર્યો ખુલાસો. કોઈ અજાણ્યા શખ્સે વકીલના સનદ નંબરનો ઉપયોગ કરી દાખલ કરી હતી અરજી અને અરજીમાં કાજલ 12 મહિનાથી પિયરમાં રહેતી હોવાનો કરાયો હતો ખોટો દાવો. કાજલના વકીલે શંકાસ્પદ અરજી મામલે તપાસ કરવા રજિસ્ટ્રાર સમક્ષ કરી માગ અને કાજલ મહેરિયાએ મહેસાણા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી અરજી.

