Mehsana : પુત્રની નજર સામે જ પિતાનું મોત, કાળ બની દોડી એસટી બસ
Mehsana ના મોઢેરા ચોકડી પાસે આવેલા નવા બસ સ્ટેશન નજીક એસટી બસની ટક્કરે એક પુત્રની નજર સામે જ તેના પિતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બસની અડફેટે આવ્યા બાદ આધેડ વયના પિતા પાછળના ટાયરમાં ઢસડાયા હતા અને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ તરફડિયા મારતા રહ્યાં હતા અને સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું છે. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને ડ્રાઈવરની અટકાયત કરાઈ છે.
એસટી બસની ટક્કરે એકનું મોત
મહેસાણાની મોઢેરા ચોકડી પાસે એસ.ટી. બસની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત થયું છે અને નવા બસ સ્ટેન્ડ નજીક એસ.ટી. બસે અકસ્માત સર્જ્યો હતો. બસના ડ્રાઈવરે પૂરઝડપે અને ગફલતભરી રીતે બસ હંકારી આ અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતકના પુત્ર મહમદ બિલાલ બીડીવાલાએ બસ ચાલક સામે નોંધાવી પોલીસ ફરિયાદ. મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. બેફામ રીતે એસટી બસ ચલાવી અકસ્માત થતા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો અને પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.
Mehsana પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
તો ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટયા હતા અને ડ્રાઈવરને સ્થળ પર જ ઝડપી પાડયો હતો અને પોલીસને જાણ કરી હતી, જાહેર રોડ પર ભીડની વચ્ચે આટલી સ્પીડમાં બસ હંકારતા લોકોમાં પણ રોષ વ્યાપ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપ્યો હતો.
ગઈકાલે બારડોલી પાસે બે એસટી બસ સામસામે અથડાતા 7ના મોત
સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાતા સાત લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. સુરતથી મહારાષ્ટ્રના ધુલિયા જઈ રહેલી મહારાષ્ટ્ર એસટી બસ આગળ ચાલી રહેલા ટ્રેક્ટર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ બસ ચાલકે કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર કૂદીને સામેની લેનમાં પહોંચી ગઈ અને સામે થી આવી રહેલી અન્ય મહારાષ્ટ્ર એસટી બસ સાથે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે એક બસ પલટી મારી રોડની સાઈડમાં ઉતરી ગઈ અને સળગવા લાગી હતી. ઘટનામાં અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને રાહત-બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો : Headline 03 PM : વાંચો બપોરના 12 થી બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક કિલક પર


