Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: પોશ વિસ્તારમાં કાફેની ગંભીર બેદરકારી, પ્રખ્યાત Mocha Cafe ની કોફીમાં જોવા મળી જીવાત

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા બોડકદેવમાં સ્થિત એક પ્રખ્યાત કાફે ફરીથી વિવાદના વંટોળમાં ફસાયું છે. ગ્રાહકોએ અહીં પીરસવામાં આવતી કોફી અને ભોજનમાં જીવાત હોવાની ગંભીર ફરિયાદો કરી છે, સાથે જ કાફેના આંતરિક વાતાવરણમાં સ્વચ્છતાના અભાવ અંગેના આક્ષેપોએ તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉભા કર્યા છે. શું કોઈ ખાનગી કાફે ગ્રાહકોના જીવ સાથે આ રીતે રમત રમી શકે?
ahmedabad  પોશ વિસ્તારમાં કાફેની ગંભીર બેદરકારી  પ્રખ્યાત mocha cafe ની કોફીમાં જોવા મળી જીવાત
Advertisement

Mocha Cafe Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરના બોડકદેવ (Bodakdev) જેવા પોશ વિસ્તારમાં આવેલી જાણીતી ફૂડ ચેઈન 'મોચા કાફે' ફરી એકવાર વિવાદમાં આવી છે. અહીં ગ્રાહકોની સ્વાસ્થ્ય સુરક્ષા સાથે સીધા ચેડાં થતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ઘટનાક્રમ મુજબ, કુલદીપસિંહ નામના એક ગ્રાહકે અહીં કોફી ઓર્ડર કરી હતી, પરંતુ જ્યારે કોફી ટેબલ પર આવી ત્યારે તેમાં જીવાતોનો ભરાવો જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા.

Ahmedabad: અન્ય ગ્રાહકોને પણ થયો કડવો અનુભવ

આ માત્ર એકલદોકલ ઘટના ન હોવાનું અન્ય ગ્રાહકો દ્વારા પણ જણાવવામાં આવ્યું છે. અન્ય એક ગ્રાહકે આક્ષેપ કર્યો હતો કે તેમના ભોજનમાં પણ જીવાત જોવા મળી હતી. એટલું જ નહીં, કેફેના આંતરિક વાતાવરણની દયનીય સ્થિતિનો પણ ખુલાસો થયો છે, જેમાં કાફેની દિવાલો પર જીવાતો ફરતી જોવા મળી હતી. એક પ્રતિષ્ઠિત અને મોંઘી બ્રાન્ડ ગણાતા આ કાફેમાં સ્વચ્છતા (Hygiene) ના ધજાગરા ઉડતા હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement

ઘટના બાદ ગ્રાહકોએ ત્વરિત ફરિયાદ નોંધાવી

આ ઘટના બાદ ગ્રાહકોએ ત્વરિત ફરિયાદ નોંધાવી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગ (Food Department) પાસે કાફે સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફૂડ લાયસન્સ અને સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરનારા આવા કેફે વિરુદ્ધ તંત્ર ક્યારે પગલાં લેશે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Ahmedabad: ઓલિમ્પિક-કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ શરૂ, અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠક

Tags :
Advertisement

.

×