Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Morbi Rain : હળવદના બે ગામોમાંથી NDRF અને SDRFની ટીમે રેસ્કયુ કરી 17 લોકોને હેમખેમ બચાવ્યા

Morbi Rain : મોરબી જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને હળવદ પંથકમાં ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
morbi rain   હળવદના બે ગામોમાંથી ndrf અને sdrfની ટીમે રેસ્કયુ કરી 17 લોકોને હેમખેમ બચાવ્યા
Advertisement

Morbi Rain : આવી જ એક વિકટ પરિસ્થિતિમાં હળવદના જૂના માલનિયાદ અને ઇંગોરાળા ગામે પાણીમાં ફસાયેલા કુલ 17 લોકોના જીવન બચાવવા માટે વહીવટી તંત્ર, એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફ (SDRF) ની ટીમો તાત્કાલિક મેદાને ઉતરી હતી અને સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. હળવદના ઇંગોરાળા ગામે ભારે વરસાદના પાણી ફરી વળવાથી કેટલાક લોકો ફસાયા હતા. આ માહિતી મળતા જ એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાત્રે બાર વાગ્યાના સુમારે અંધકાર તથા પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ ભારે જહેમત ઉઠાવીને 5 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું.

Tags :
Advertisement

.

×