આ પ્લોટોની ફાળવણી તે સમયના તત્કાલીન કલેક્ટર આર.એસ.નિનામા દ્વારા આ જમીનો ના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. આ પ્લોટ અધિકારીઓને ફાળવવામાં આવ્યા બાદ સમયસર બાંધકામ કરવામાં આવ્યું નહીં.
નર્મદાના ગરૂડેશ્વર ખાતે ડિમોલિશન કામગીરી
સાથે ટાઉન પ્લાનિંગમાં કોઈ એ બાંધકામ કર્યું નહીં અને જે લોકોએ બાંધકામ કર્યું તે અધિકારીઓના બાંધકામ જોતા કોમર્શિયલ લાગ્યા એના કારણે તત્કાલીન મામલતદાર પી.કે જોષીએ ફરિયાદ કરી RTI માંગતા મામલો ઉછાળ્યો અને ફરિયાદોના આધારે જિલ્લા કલેકટરે આ બાંધકામ તોડી જમીનો શ્રી સરકાર કરવાના હુકમો અપાતા વહીવટી તંત્ર નર્મદાએ રવિવારે ડિમોલેશન હાથ ધર્યું.
નિયમ તોડી બનાવેલા મકાનો તોડી પડાયા
ડિમોલિશનની કાર્યવાહી હેઠળ આવેલા અધિકારીઓમાં તત્કાલીન પ્રાંત અધિકારી અને હાલ અધિક કલેક્ટર, ડી.કે ભગત, તત્કાલીન ચૂંટણી અધિકારી, નર્મદા અને હાલ સચિવાલય ગાંધીનગર ખાતે ફરજ બજાવતા એમ.ડી.મીડિયા તત્કાલીન મામલતદાર અને નિવૃત્ત વી વી.મછાર, તત્કાલીન ટાઉન પ્લાનર, નર્મદા અને હાલ સિનિયર ટાઉન પ્લાનર (એવોર્ડ શાખા, ગાંધીનગર) એચ વી ગામીત તત્કાલીન પ્રાંત અધિકારી, ડેડીયાપાડા સ્વ. ડી.એન.ચૌધરી જ્યારે આર.એમ.ચૌધરી, આર.વી બારીયા એલ.એમ ડિંડોર આ અધિકારીઓ પૈકી બે અધિકારીઓએ હાલ સ્ટે મેળવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્લોટનો ભાવ વધતા નિયમોનો ભંગ કરી કરાયું હતું બાંધકામ
વહીવટી તંત્રને આ અધિકારીઓ પણ સહકાર આપી રહ્યા છે. અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ બાબતે ધારાસભ્ય ડૉ.દર્શનાબેન પણ કહ્યું કે, આ મુદ્દો મેજિલ્લા સંકલનમાં ઉઠાવ્યો હતો અને માહિતી માગી હતી 13 અધિકારીઓને પ્લોટ ફાળવ્યા હોવાની માહિતી મળી હતી. પરંતુ આ અધિકારીઓએ સત્તાનો દુરપયોગ કરી કોઈપણ ટાઉન પ્લાનરની મંજૂરી વગર કામગીરી કરી હોવાની બાબત પણ સામે આવી હોવાનું જાણવા મળ્યું પણ સરકારી અધિકારી હોય કે પદાધિકારીઓ તેમના દ્વારા ખોટું થાય તો તેમને દંડ જરૂર થવો જોઈએ.
આ પણ વાંચો : Gandhinagar : કોસ્ટ ગાર્ડમાં ફરજ બજાવતા જવાને રાઈફલથી પોતાની જાત પર ચલાવી ગોળી, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા